શુભ કે અશુભ? લોકો ઉપર પડે ત્યારે શું સંકેત આપે છે ગરોળી…? વાંચો આ લેખ અને જાણો તમે પણ…

Spread the love

મિત્રો, આ પૃથ્વી પર શ્વાસ લેતા દરેક નાના-મોટા પ્રાણીઓનું પોતાનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત આપણી સંસ્કૃતિના તમામ રીતરિવાજો, ધાર્મિક વિધિઓ, તેમનું વૈજ્ઞાનિક મહત્વ આજે જોવા મળી રહ્યું છે. પ્રાચીન સમયમા તમામ પ્રકારના રિવાજો અને ધાર્મિક વિધિઓ માનવ જીવનના હિત માટે અને ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવી હતી, જે આજના સમયમાં વિજ્ઞાનની કસોટીઓ પર ખરી ઉતરી રહી છે.

Advertisement

આપણા શકુનશાસ્ત્રમાં પ્રાણીઓ, પક્ષીઓ અને જંતુઓ દ્વારા થતી શુભ અને અશુભ ઘટનાઓને જાણવાની રીત અંગે ઉલ્લેખ કરવામા આવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે, જો ગરોળી શરીર પર પડે તો તે શુભ ઘટના છે કે અશુભ? જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, શકુનાશાસ્ત્ર મુજબ પુરુષ અને સ્ત્રીના જુદા-જુદા ભાગો પર પડેલ ગરોળીનુ મહત્વ પણ જુદું-જુદું હોય છે.

જો કોઈ ગરોળી સ્ત્રીના ડાબા ભાગ પર પડે છે તો પરિણામ શુભ રહેશે પરંતુ, જો તે જમણી બાજુએ આવે તો તે અશુભ માનવામાં આવે છે. પુરુષોમાં આ પરિણામ વિરુદ્ધ છે. જો ગરોળી તેમની નાભિ ઉપર પડે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે જો આવું થાય, તો તમારી કોઈપણ મોટી ઇચ્છા પૂર્ણ થઈ શકે છે.

Advertisement

એટલું જ નહી જો કોઈ ભોજન લે છે અને તે જ સમયે ગરોળી તેની સામે આવે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી કોઈ સારા સમાચાર અથવા ફાયદા મળવાની સંભાવના છે. જો કોઈ ગરોળી પુરુષના કપાળની જમણી બાજુ આવે છે તો નજીકના ભવિષ્યમા તમને મિલકત મળવાની સંભાવના છે. જો ગરોળી સ્ત્રીના કપાળની ડાબી બાજુ પડે છે તો તેમને પણ લાભ મળે છે.

આ સિવાય જો ગરોળી કોઈના જમણા કાન પર પડે છે તો તે ફાયદાકારક સંકેત માનવામાં આવે છે. આ સિવાય જો ડાબા કાન પર ગરોળી પડે તો તેને પતન અને વૃદ્ધત્વની નિશાની માનવામાં આવે છે. આ ઉપરાંત જો ગરોળી કોઈ વ્યક્તિના જમણા પગ પર પડે છે તો તેનો અર્થ એ કે, તમને આવનાર સમયમા અઢળક સંપત્તિ મળશે. જ્યારે ગરોળી ડાબા પગ પર પડે છે તો આર્થિક નુકસાન થઈ શકે છે.

Advertisement

આ ઉપરાંત શાસ્ત્રો અનુસાર જો ગરોળી લડતા જોવા મળે છે તો આપણે સમજી લેવું જોઈએ કે, આપણા પરિવાર અથવા મિત્ર સાથે ઝઘડો થઇ શકે અથવા તો આપણા પ્રિયજનથી અલગ થવુ પડી શકે છે. આ સિવાય જો દિવસ દરમિયાન ખાતી વખતે ગરોળીનો અવાજ સંભળાય છે તો

તેનો અર્થ એ કે, ટૂંક સમયમાં જ કોઈ સારા સમાચાર અથવા લાભ આવવાના છે. આવો સંકેત ભાગ્યે જ મળે છે. તો હવે આ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે, ગરોળી ક્યારે તમારા માટે શુભ અને ક્યારે અશુભ સાબિત થશે?

Advertisement

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *