શું તમારા ઘૂંટણ અને કોણીના ભાગ પર પણ આવી જાય છે કાળાશ…? તો આજે જ અજમાવો આ ઘરેલું ઉપચાર અને મેળવો આ સમસ્યાથી રાહત…

Spread the love

મિત્રો, જો વાત કરીએ સ્ત્રીઓ અને યુવતીઓની તો તે તેમની ત્વચા સાફ રાખવા માટે ઘણું બધું કરે છે પરંતુ, તેણી પોતાની કોણી અને ઘૂંટણની સાફ-સફાઈ તરફ યોગ્ય ધ્યાન આપી શકતી નથી, આને કારણે તે વધુ પડતા ગંદા અને કાળા થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો તો આજે અમે આ લેખમા તમને અમુક એવા ઘરેલું નુસખા જણાવીશું જેની મદદથી તમે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકશો.

Advertisement

જો તમારી કોણી અને ઘૂંટણ કાળા છે તો તેની સીધી અસર તમારી સુંદરતા પર પડે છે. તેથી, આજે અમે તમને અમુક એવા ઘરેલુ ઉપાયો વિશે જણાવીશુ, જે આ સમસ્યાથી તમને છૂટકારો અપાવશે. આ ઘરેલું ઉપચારોમા બજારની કોઈપણ વસ્તુનો સમાવેશ થશે નહિ ફક્ત ઘરેલુ વસ્તુઓનો જ ઉપયોગ કરવામા આવશે તો ચાલો જાણીએ.

આ ઘરેલું ઉપચારોમા પહેલો ઉપાય છે લીંબુ. તેમા કુદરતી બ્લીચિંગ ગુણધર્મો છે. તે ત્વચાની રંગતને બદલવામા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમે કોણી અને ઘૂંટણના કાળા ભાગ પર લીંબુનો રસ લગાડો તો તમે તે ભાગની આ કાળાશ સરળતાથી દૂર કરી શકશો અને ત્વચા પણ ગ્લો કરશે.

Advertisement

એલોવેરા જેલ પણ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે એલોવેરા કાપી અને તેનો પલ્પ બહાર કાઢી તેને કોણી અને ઘૂંટણની કાળી ત્વચા પર લગાવો. તેને લગભગ અડધા કલાક સુધી રહેવા દો અને ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો. તે ત્વચાની કાળાશને દૂર કરી તેમા નિખાર લાવશે.

આ સિવાય શુષ્ક ત્વચાને નરમ બનાવવા માટે નાળિયેર તેલ પણ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમારી કોણી અને ઘૂંટણ પર થોડુ માલિશ કરીને ઓઈલ લગાવો, જેથી ત્વચા ત્વચાની અંદર તેલ સમાઈ જાય. જો તમે ઈચ્છો તો તેમા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. સ્નાન કરતા પહેલા જો તમે નિયમિત આ મિશ્રણ લગાવો તો તમારી ત્વચાની કાળાશ દૂર થઇ જશે અને તમારી ત્વચામા એક અલગ જ નિખાર આવશે.

Advertisement

દહીં એક પ્રાકૃતિક મોઇશ્ચરાઇઝર તરીકે ઓળખાય છે, તે ત્વચાનો નિખાર વધારવામા ખુબ જ મદદગાર સાબિત થાય છે. તેથી, તમે તેનો ઉપયોગ કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે કરી શકો છો. આ માટે, તમે દહીંમાં એક ચમચી સરકો અને ચણાનો લોટ મિક્સ કરો અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર પેસ્ટના રૂપમાં લગભગ અડધા કલાક સુધી લગાવી રાખો. તે સૂકાય પછી સાદા પાણીથી ધોઈ લો. આ ઉપાય અજમાવવાથી તમારી ત્વચાની કાળાશ અવશ્ય દૂર થશે અને તેમા ફરી નિખાર આવશે.

ઓલિવ ઓઈલનો તમે સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો. તમે તેમાં એક ચમચી ખાંડ મિક્સ કરો અને તેને ઘૂંટણ અને કોણીના કાળા ભાગ પર સ્ક્રબની જેમ લગાવો અને હળવા હાથથી તેને ઘસો. ત્યારબાદ તેને પાણી વડે સાફ કરી લો. આ ઉપાય અજમાવવાથી તમારી ત્વચાની કાળાશ ચોક્કસ દૂર થશે અને તમારી ત્વચા આકર્ષક બનશે.

Advertisement

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

Advertisement

Leave a Reply

Your email address will not be published.