ચમકાવવું છે તમારે પણ તમારું ભાગ્ય તો આજે જ ઘરે લાવો આ તસ્વીર અને કરો વાસ્તુ મુજબ ગોઠવણી…

Spread the love

મિત્રો, આપણે આપણી જૂની યાદોને તાજી રાખવા માટે હંમેશાં ઘરની દિવાલો પર ફોટા અને ચિત્રો લગાવીએ છીએ. જ્યારે આપણી નજર આપણા મનપસંદ ચિત્ર અથવા ફોટો પર પડે છે ત્યારે મનને શાંતિ અને સંતોષ મળે છે પરંતુ, શું તમે જાણો છો કે, આ ચિત્રો ફક્ત આપણા મગજને શાંતિ જ પૂરી નથી પાડતુ પરંતુ, તે સિવાય પણ આપણા જીવનને અનેકવિધ રીતે અસર કરે છે.

Advertisement

આપણા વાસ્તુશાસ્ત્રમા ઘરના જુદા-જુદા ભાગોમા લગાવવામા આવેલા ચિત્રો અને તેના પ્રભાવો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.ચાલો આપણે જાણીએ વાસ્તુશાસ્ત્રના અમુક નિયમો જે આપણા ઘરના ચિત્રોને જોડીને આપણા જીવનમાં ધરમૂળથી પરિવર્તન લાવે છે. પૂર્વ દિશા ભગવાન સૂર્યની દિશા છે. આ દિશામાં ઉગતા સૂર્યની તસવીર મુકવાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે અને પરિવારના સભ્યો કામમાં પ્રગતિ મેળવે છે.

ઉત્તર દિશાને સંપત્તિ અને સમૃદ્ધિની દિશા માનવામાં આવે છે. આ દિશામા લક્ષ્મી, ભગવાન ગણેશ અથવા કુબેરનુ ચિત્ર મૂકવું જોઈએ. તેનાથી ઘરની સમૃદ્ધિ વધે છે. આ સિવાય જો તમે બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ દિવાલ પર રાધા કૃષ્ણની તસવીર મૂકો તો તેના કારણે યુગલોમાં પ્રેમ વધે છે અને દાંપત્યજીવન પણ સારુ રહે છે.

Advertisement

વાસ્તુ મુજબ ફેમીલી ફોટો મૂકવા માટેની શ્રેષ્ઠ દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે. આ દિશામાં ફેમીલી ફોટો મુકવાથી ઘર-પરિવારના સભ્યોમાં પરસ્પર સહયોગ અને પ્રેમ વધે છે. આ ઉપરાંત ક્યારેય પણ પૂર્વજોનો ફોટો ઘરના મંદિરમાં ન રાખવો જોઈએ. આ માટે શ્રેષ્ઠ સ્થાન એ ઘરની દક્ષિણ બાજુની દિવાલ છે.

જો ફોટો અથવા પેઇન્ટિંગમાં નદી અથવા સમુદ્રનું દૃશ્ય હોય તો તેને ઉત્તર દિશા તરફની દિવાલ પર લગાવવુ જોઈએ અને જો ચિત્રમાં અગ્નિ સંબંધિત કોઈ દ્રશ્ય અથવા સ્થળ હોય તો તે ફક્ત દક્ષિણ દિશામા મૂકવુ જોઈએ. કોઈપણ વૃક્ષ અને છોડનું ચિત્ર હમેંશા ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આનાથી ઘરમા સુખ-શાંતિ બની રહે છે.

Advertisement

આમ, જો તમે પણ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના જુદા-જુદા ભાગોમા આ ચિત્રો લગાવો તો તેના વિશેષ પ્રભાવો તમારા જીવનમા અનેકવિધ પ્રકારના સકારાત્મક બદલાવ લાવે છે અને તમારા જીવનને સુખમયી અને શાંતિમયી બનાવે છે. માટે જો તમે પણ તમારા ઘરમા સુખ-શાંતિ બનાવી રાખવા ઈચ્છતા હોવ તો વાસ્તુના આ ઉપાય અવશ્ય અજ્માવજો, ધન્યવાદ!

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

Advertisement

Leave a Reply

Your email address will not be published.