સંજય દત્તની દીકરી ત્રિશાલા કેટલી બદલાઈ ગઈ છે, તેની બાળપણની અને હાલ ની તસવીરો જૂઓ

Spread the love

બોલિવૂડનો પ્રિય અભિનેતા સંજય દત્ત ભલે તેના પરિવારમાં સંપૂર્ણ રીતે ખુશ હોય પરંતુ, તે તેની મોટી પુત્રી ત્રિશાલાને ક્યારેય ભૂલતો નથી. તે તેની દીકરીને કેટલો પ્રેમ કરે છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે તેની સાથે ન હોવા છતાં, હજારો માઈલ દૂર હોવા છતાં, તે તેને દરેક સમયે યાદ કરે છે. ત્રિશાલા સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા શર્માની દીકરી છે. સંજય દત્તે 1987માં અભિનેત્રી રિચા શર્મા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ રિચાનું 1996માં બ્રેઈન ટ્યુમરને કારણે મૃત્યુ થયું હતું.

Advertisement

રિચા શર્માના મૃત્યુ પછી, તેની પુત્રી ત્રિશાલા તેના મામા -દાદા સાથે યુ.એસ. ગઈ અને ત્યાં રહે છે. પરંતુ તેમ છતાં ત્રિશાલા અને સંજય દત્ત એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. સંજય દત્ત પણ દીકરીને મળવા અમેરિકા જાય છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ ઘણી વખત સામે આવી છે.

Advertisement

રિશાલાનો જન્મ 10 ઓગસ્ટ 1988ના રોજ થયો હતો. ત્રિશાલા 33 વર્ષની છે. સંજય દત્તે પણ પુત્રીના જન્મદિવસ પર તેને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે. સંજય દત્તે સોશિયલ મીડિયા પર ત્રિશાલાની બાળપણની તસવીર શેર કરી છે,

Advertisement

જેમાં ત્રિશાલા પિતા સંજય દત્તના ખોળામાં જોવા મળી રહી છે. આ ક્યૂટ તસવીર શેર કરતાં સંજય દત્તે એક ખાસ અને હૃદય સ્પર્શી કેપ્શન પણ લખ્યું છે. સંજય દત્તે લખ્યું – જીવનએ મને તમારા રૂપમાં એક ખાસ ભેટ આપી છે.

Advertisement

ભલે તું દૂર હોય પણ હું જાણું છું કે સમય સાથે આપણો સંબંધ ગાઢ થતો જાય છે. હેપી બર્થડે માય ડાર્લિંગ. સંજય દત્તે રિયા પિલ્લે સાથે બીજી વાર લગ્ન કર્યા હતા, આ લગ્ન પણ લાંબા સમય સુધી ટક્યા ન હતા. સંજય દત્તે 2008માં માન્યતા દત્ત સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. સંજય માન્યતાને બે બાળકો શાહરાન અને ઇકરા છે.

Advertisement

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *