નેહા કક્કર પતિ રોહનપ્રીત સાથે મુંબઈમાં આ આલીશાન ઘરમાં રહે છે જૂઓ સુંદર તસવીરો

Spread the love

નેહા કક્કરની વાર્તા સિનિંગમાં કારકિર્દી બનાવી રહેલી યુવા પેઢી માટે પ્રેરણાદાયી છે. નેહાએ ઈન્ડિયન આઈડલ 2006માં સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો, જો કે તે ટોપ 10માં પહોંચતા પહેલા જ બહાર થઈ ગઈ હતી પરંતુ તેણે હાર ન માની અને સખત મહેનત કરી. જે પછી આજે તે ઈન્ડિયન આઈડલ 2021 શોની જજ છે જે તેની સફળતાની વાર્તા કહે છે.

Advertisement

નેહાના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેણે 24 ઓક્ટોબર 2020 ના રોજ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા. નેહા તેના પતિ કરતા 6 વર્ષ મોટી  છે, જેના કારણે બંનેના લગ્ન ચર્ચાનો વિષય બન્યા હતા. હકીકતમાં નેહાની જેમ રોહનપ્રીત પણ વર્ષ 2007માં સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા લિ’લ ચેમ્પ્સમાં સ્પર્ધક રહી ચૂકે છે.

Advertisement

હાલમાં નેહા અને રોહનપ્રીત મુંબઈમાં તેમના આલીશાન મકાનમાં રહે છે. બંને અવારનવાર પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Advertisement

33 વર્ષીય બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કડ 4.5 મિલિયન ડોલરની નેટવર્થની માલિક છે. નેહાએ મુંબઈ સિવાય ઋષિકેશમાં પણ એક સુંદર ઘર ખરીદ્યું છે.

Advertisement

નેહાના આ ઘરનું ઈન્ટિરિયર ખૂબ જ આલીશાન અને લક્ઝરી છે. બંને પોતાના ઘરને ખૂબ જ પ્રેમ કરે છે, જેના કારણે તેઓ સજાવટ માટે ખૂબ મહેનત કરે છે. ઘરની દિવાલોથી લઈને સોફાના કલર સુધી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.

Advertisement

નેહા સોશિયલ મીડિયા વેબસાઈટ ઈન્સ્ટાગ્રામ પર દેશની સૌથી વધુ ફોલો કરવામાં આવતી મહિલા સિંગર છે.

તેના ફોટામાં ઘરની ઝલક જોવા મળે છે, જેમાં તમે તેના સુંદર કિચનથી લઈને લક્ઝરી લિવિંગ રૂમની તસવીરો જોઈ શકો છો. નેહા અને રોહનપ્રીત બંનેએ ખૂબ મહેનત અને પ્રેમથી પોતાના ઘરને સજાવ્યું છે.

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *